આ સંસ્થાની મુખ્ય આવક ગૌ-પ્રેમીઓ તથા કીર્તન દ્વારા આર્થિક સહાય થાય છે. હાલ આ સેસ્થામાં આશરે રપ૦ થી ર૬૦ આસપાસ પશુઓનો નિભાવ થાય છે. હાલ આ સંસ્થા પાસે આશરે વીસ વીઘા જમીન છે. પશુઓ સારી રીતે રહી શકે તથા ટાઢ, તડકો, વરસાદમાં પશુઓને મુશ્કેલી ના પડે તે માટે તેવા પાકા શેડ બનાવેલ છે. ઘાસચારાના સંગ્રહ માટે પાકા આર.સી.સી.ના ગોદામ બનાવેલ છે. ગૌ-પ્રેમી ભાઈ-બહેનોના સહકારથી આ સંસ્થાનો વિકાસ થયેલ છે. |